અહીં આવેલું છે 156 વર્ષ જૂનુ મહાદેવનું મંદિર, ગાંધીજી સહિત અનેક મહાનુભાવો અહીં પધાર્યા હતા
ગોહિલવાડ(Gohilvad)માં અનેક પૌરાણિક અને ઐતિહાસિક શિવાલયો(Shivalay) આવેલા છે. ભાવનગર(Bhavnagar) રાજ્યના મહારાજાઓને મહાદેવ પ્રત્યે અખૂટ અને અતૂટ શ્રધ્ધા હતી. તેથી રાજ પરિવારે તખ્તેશ્વર, જશોનાથ મહાદેવ(Jashonath Mahadev) મંદિર સહિત ઘણાં શિવાલયોનું નિર્માણ કરાવ્યું હતું. તે પૈકીના દોઢ સદી જૂનું જશોનાથ મહાદેવના મંદિર શ્રધ્ધાળુઓમાં અલગ શ્રધ્ધાનું સ્થાન ધરાવે છે.
જશોનાથ મહાદેવ મંદિરની સ્થાપના ભાવનગરના મહારાજા સર જશવંતસિંહજી ભાવસિંહજી ગોહિલે તેમના ગુરુદેવ ખાખી સાધુ ભૈરવનાથજી(Bhairavnath)ના આદેશથી તપોભૂમિ સમાધિ સ્થાન પાસે આજથી 156 વર્ષ પૂર્વે વિ.સ.1921 મહા સુદ-7ના રોજ કરી હતી. સૌરાષ્ટ્રમાં સોમનાથ મહાદેવ મંદિર પછી સંપૂર્ણ શિવ પરિવાર સાથેના શિવાલયમાં જશોનાથ મહાદેવ મંદિર બીજું સ્થાન ધરાવે છે. આ ઐતિહાસિક શિવાલયમાં ગોહિલ વંશના ઈષ્ટદેવ મુરલીધરજી અને રઘુનાથજીનું મંદિર સાથે સાત દરવાજાવાળી પ્રાચીન વાવ આવેલી છે.
આ પણ વાંચો - ગુજરાતમાં આવેલું ભગવાન શિવનું આ મંદિર દિવસમાં 2 વખત થઈ જાય છે
શિવજીના મંદિર પરીસરમાં આવેલા પીપળાના વૃક્ષ નીચે માતા-પિતાનું બારમું (તર્પણ વિધિ) કરવાનું અનેરું મહાત્મય છે. દોઢ દાયકા જૂના જશોનાથજી મહાદેવના મંદિરની મુલાકાત દેશના મહાપુરૂષો, સંતો-મહંતોએ પણ લીધી છે. જેમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી(Mahatma gandhi), ઝવેરચંદ મેઘાણી(Zaverchand Meghani)નો સમાવેશ થાય છે.
ગાંધીજી સહિતના લોકોની મુલાકાત
જણાવી દઈએ કે, નવલકથા સરસ્વતીચંદ્ર(Sarasvati chandra)ના લેખક ગોવર્ધનરામ ત્રિપાઠી(Govardhanram Tripathi)એ અહીં જ રોકાઈને નવલકથા લખી હતી. સંન્યાસી બન્યા બાદ ગગા ઓઝા જશોનાથ મંદિરમાં નિયમિત પુજા કરતા હતા. ગાંધીજીના ગુરુ સુરતીસાહેબના આગ્રહથી બાળ સંન્યાસી પરિવ્રાજક સ્વામી વિવેકાનંદ મળ્યા હતા. ચારેય પીઠના શંકરાચાર્યજી સંતો-આચાર્યો અને મહંતો જશોનાથ મંદિરે આવ્યા હતા.
આ પણ વાંચો - ગુજરાતના આ એક જ શહેરમાં આવેલા છે મહાદેવના 9 અલગ અલગ સ્વરૂપોના મંદિર
અંગ્રેજો(Britishers)ની ગુલામીમાંથી આઝાદી મળતા ભારત સ્વતંત્ર(Independent India) રાષ્ટ્ર બન્યું હતું. ત્યારે ભારતમાં લોકશાહીની સ્થાપના માટે ભાવનગરના પ્રજાવત્સલ મહારાજા કૃષ્ણકુમારસિંહજી ગોહિલે(Krishnakumar Gohil) પોતાનું 1200 પાદરનું પ્રથમ રજવાડું દેશને સમર્પીત કર્યું હતું. ભાવનગર રાજ્યને દેશમાં વિલીન કરવા માટે મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ લીધેલા નિર્ણય બાદ 15 જાન્યુઆરી 1948ના રોજ સરદાર વલ્લભભાઈ પટેલ(Sardar Vallabhbhai Patel) ભાવનગર પધાર્યા હતા. ત્યારે જશોનાથ મહાદેવ મંદિરમાં ભાવનગરના મહાજનો અને પ્રજાની ઉપસ્થિતિમાં વિશાળ મેદની વચ્ચે સભા યોજવામાં આવી હતી. આ સભાના પ્રમુખ સ્થાનેથી કૃષ્ણકુમારસિંહજીએ મહારાજા તરીકે ભાવનગરની પ્રજાજોગ છેલ્લું સંબોધન કર્યું હતું.
ટિપ્પણીઓ નથી