Breaking News

Mahavir Jayanti : ભગવાન મહાવીરના એ 5 સિદ્ધાંત જેમાં છૂપાયેલું છે જીવનની સફળતાનું રહસ્ય


આપણે દર વર્ષે ભગવાન મહાવીર જયંતિ(Mahavir Jayanti)ની ઉજવણી ધામધૂમથી કરીએ છીએ. ત્યારે ભગવાન મહાવીર (Lord Mahavir) દ્વારા આપવામાં આવેલા ઉપદેશોમાં(Principles)થી પણ આપણે મહત્વની વાતો શીખવી જોઈએ. તેમના દ્વારા આપવામાં આવેલા આ 5 મહાન સિદ્ધાંતોમાં જ જીવન(Life)ની સફળતાનું રસ્ય છૂપાયેલુ છે તો ચાલો જાણીએ એ 5 આમૂલ્ય સિદ્ધાંત 

ભગવાન મહાવીર જૈન ધર્મ(Jain Dharm)ના 24મા તીર્થંકર છે. તેમણે માનવ કલ્યાણ અને જીવનમાં સફળતા માટે તે પાંચ સિદ્ધાંતો કહ્યા છે, તેને પંચશીલ સિદ્ધાંતો કહેવાય છે. મહાવીર સ્વામી માનતા હતા કે જે આ 5 સિદ્ધાંતોને અપનાવે છે તે દરેક પગલા પર સફળતા મેળવે છે અને અંતે મોક્ષ પ્રાપ્ત કરે છે.

સત્ય 

ભગવાન મહાવીરનો આ સિદ્ધાંત આપણને સાચા માર્ગ પર જાણવાનું શીખવે છે. જે માર્ગમાં સત્ય(Truth)નો પાયો નાખવામાં આવે છે ત્યાં અમુક અવરોધો અવશ્ય આવે છે, પરંતુ સત્યનો હાથ પકડી રાખશો તો ખડકાળ માર્ગ પણ પાર થઈ જશે. અંતે, જીત તમારી જ થશે. સત્ય એ જ સાચું તત્વ છે.

અહિંસા

જૈન ધર્મમાં અહિંસા એ મૂળભૂત સિદ્ધાંત છે, મહાવીર સ્વામીના મતે 'અહિંસા એ પરમ ધર્મ છે'. તેઓ કહે છે કે આ દુનિયાના તમામ મનુષ્યો અને જીવો પર હિંસા ન કરો. તેમને શારિરીક રીતે દુઃખ ન આપો કે કોઈનું ખરાબ ન વિચારો. જેઓ અહિંસા(Ahinsa) અપનાવે છે તે દરેક જગ્યાએ સફળ થાય છે.

અપરિગ્રહ

અપરિગ્રહનો અર્થ છે કોઈપણ વસ્તુ અથવા પ્રાણી પ્રત્યે વધુ પડતી આસક્તિ. મહાવીર સ્વામીજીનો આ સિદ્ધાંત જણાવે છે કે સજીવ કે નિર્જીવ વસ્તુઓ પ્રત્યેની આસક્તિ એ મનુષ્યના દુ:ખનું સૌથી મોટું કારણ છે. ભગવાન મહાવીર કહે છે કે વસ્તુઓની પ્રાપ્યતા કે ન મળવાની બંને પરિસ્થિતિ(Situation)માં સમાન અભિગમ હોવો જોઈએ. વસ્તુઓ અને મનુષ્યો પ્રત્યે અતિશય આસક્તિ વ્યક્તિને લક્ષ્યથી વિચલિત કરે છે.

અચૌર્ય (અસ્તેય)

તેનો અર્થ છે અન્યની વસ્તુઓ તેમની પરવાનગી વિના લેવી (ચોરી કરવી) નહીં. અહીં ચોરી(Theft)નો અર્થ માત્ર ભૌતિક વસ્તુઓની ચોરી જ નથી, પણ અન્ય પ્રત્યે ખરાબ વિચારો (ઇરાદાઓ) રાખવાનો પણ છે. 'હું'ની ભાવના ક્યારેય ન રાખવી. 'આપણે'ની ભાવના ધરાવનાર વ્યક્તિ ઊંચાઈએ પહોંચે છે અને ભગવાન(God) પણ આવા લોકોને મદદ કરે છે.

બ્રહ્મચર્ય 

મહાવીર સ્વામીજીના આ સિદ્ધાંતનો અર્થ અપરિણીત(Unmarried) રહેવું એવો નથી. તેનો અર્થ એ છે કે વ્યક્તિએ પોતાની અંદર છુપાયેલા બ્રહ્મને ઓળખવું જોઈએ. આ માટે પોતાની જાતને સમય આપવો જરૂરી છે. તેઓ કહેતા કે બ્રહ્મચર્ય(Bhramcharya) એ શ્રેષ્ઠ તપ, નિયમો, જ્ઞાન(Knowledge), તત્વજ્ઞાન, ચારિત્ર્ય, આત્મસંયમ અને નમ્રતાનું મૂળ છે.

ટિપ્પણીઓ નથી