મહાવીર જયંતિ : જાણો 12 વર્ષ સુધી સતત મૌન રહેનાર કઈ રીતે બન્યા મહાવીર?
4 એપ્રિલ 2023નાં રોજ આજે મહાવીર જ્યંતિ(Mahavir Jayanti)નો શુભ પર્વ છે. ચૈત્ર મહિનાનાં શુક્લપક્ષ ત્રયોદશીનાં દિવસે દેશમાં મહાવીર જ્યંતિની ઊજવણી થતી હોય છે. આ પર્વ જૈન(Jain) સમુદાય દ્વારા ઊજવવામાં આવતો હોય છે. સમુદાયનાં લોકો મહાવીર સ્વામીજી(Mahavir Swami)નાં મૂળ સિદ્ધાંતો પર ચાલે છે અને તેમને પૂજે છે.
ભગવાન મહાવીર જેમને વર્ધમાન તરીકે પણ ઓળખવામાં આવે છે તેમની જ્યંતિનાં પર્વે જૈન સમુદાયનાં લોકો ઊજવણી કરે છે. તેમણે પોતાના જીવનકાળ દરમિયાન હંમેશા અહિંસાનો ઉપદેશ આપ્યો છે એટલું જ નહીં તમામ જીવોને આદર-સમ્માન આપવાનું શિખવ્યું છે. ત્યારે ચાલો જાણીએ કે તેઓ કઈ રીતે મહાવીર કહેવાયા?
30 વર્ષની ઉંમરે સાંસારિક જીવનનો ત્યાગ કર્યો હતો
599 વર્ષો પહેલાં વૈશાલી પ્રજાસત્તાકનાં ક્ષત્રિય કુંડલપુરમાં રાજા સિદ્ધાર્થ અને તેમની પત્ની ત્રિશળાથી ભગવાન મહાવીરનો જન્મ થયો હતો. તેમનું બાળપણનું નામ વર્ધમાન(Vardhman) હતું. તેમનો જન્મ એવા સમયમાં થયો જ્યારે હિંસા, જાતિભેદ, પશુઓની બલિ જેવા કૃત્યો સમાજમાં ફેલાયેલા હતાં. 30 વર્ષની વયે ભગવાને સાંસારિક જીવન અને રાજવીનાં વૈભવનો ત્યાગ કર્યો હતો. જગતનાં કલ્યાણ માટે તમામ મોહ-આશક્તિ ત્યજીને તેમણે પોતાના પાછલા જીવનથી નિવૃતિ લીધી. સમાજને ઉપદેશ આપી કલ્યાણ કરીને ભગવાન મહાવીરે પાવાપુરી(Pavapuri)માં 72 વર્ષની ઉંમરે મોક્ષ(Mox) મેળવ્યો.
શું કામ કહેવાયા મહાવીર
ધર્મશાસ્ત્ર(Dharmashastra) અનુસાર ભગવાન મહાવીરે કામ, લોભ, મોહ, અહંકાર સહિત પાંચ ઈન્દ્રીયોને વશમાં કરી હોવાથી તેમજ સંપૂર્ણ જાગ્રત અવસ્થા ધારણ કરી હોવાથી તેઓ મહાવીર કહેવાયા. હકીકતમાં ભગવાન મહાવીરે ઈન્દ્રીયોના વિજેતા બન્યાં હતા તેથી તેઓ કોઈ સામાન્ય વીર નહીં મહાવીર કહેવાયા.
12 વર્ષ સુધી મૌન રહ્યાં
મહાવીરના જીવનમાં પ્રસંગે છે કે તેઓ 12 વર્ષ સુધી એકધારા મૌન(Maun) રહીને સાધના કરતાં રહ્યાં હતા અને પરમ પદને પામ્યા હતા.
ટિપ્પણીઓ નથી