Hanuman Jayanti : સાળંગપુરમાં હનુમાનજીની 54 ફૂટની વિશાળ પ્રતિમા મૂકવામાં આવી, કરો દર્શન
આજે ગુજરાતના સાળંગપુર(Salangpur)માં આવેલ કષ્ટભંજન હનુમાનજી(Kashtbhanjan hanuman)ના મંદિરે 54 ફુટની વિશાળ પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે. આ પ્રસંગે લાખો ભક્તોએ વિશાળ હનુમાનજીની પ્રતિમાના દર્શન કર્યા હતા. ગુજરાતના સાળંગપુર કષ્ટભંજન હનુમાન મંદિરમાં હનુમાનજીની 54 ફૂટ(54 Feet) ઊંચી પ્રતિમાનું ઉદ્ઘાટન થઈ ગયું છે.
આ પ્રોજેક્ટને ‘કિંગ ઓફ સાળંગપુર(king of Salangpur)’ નામ અપાયું હતું. આ મૂર્તિ એટલી વિશાળ છે કે તેના 7 કિલોમીટર દૂરથી પણ દર્શન કરી શકાય છે. હનુમાનજીની પ્રતિમાનું વજન 30 હજાર કિલો છે.
ટિપ્પણીઓ નથી