પાકિસ્તાનમાં આવેલા માતાજીના આ મંદિરમાં મુસ્લિમો પણ ઝુકાવે છે માથું, જાણો રહસ્ય
ભારત(India) દેશમાં અનેક દેવી-દેવતાઓના અનેકો મંદિર(Temples) આવેલા છે. પરંતુ જો એવું કોઈ કહે છે પાકિસ્તાનમાં પણ માતાજી(Mataji Mandir)નું એક એવું મંદિર આવેલું છે જ્યાં હિન્દુઓની સાથે સાથે મુસ્લિમાં પણ આસ્થા રાખે છે તો શું તમે માનશો? પરંતું આ વાત સાચી છે. પાકિસ્તાનમાં પણ એક એવું મંદિર છે જ્યાં મુસ્લિમો પણ પૂજા-અર્ચના કરે છે તો ચાલો જાણીએ એ મંદિર વિશે.
પાકિસ્તાન(Pakistan)માં મુસ્લિમોની વસ્તી વધારે છે.પાકિસ્તાનના બલુચિસ્તાન(Baluchistan) માં એક મંદિર છે જેનું નામ છે હિંગળાજ માતાનું મંદિર (Hinglaj Mata Mandir). આ મંદિર પોતાની પૌરાણિક કથાઓના કારણે આખા પાકિસ્તાનમાં જાણીતું છે. મંદિર વિશે કહેવામાં આવે છે કે ભગવાન વિષ્ણુ(Lord Vishnu)એ જ્યારે માતા સતી(Mata Sati)નું મસ્તક કાપવા માટે ચક્ર ચલાવ્યું હતું તો ચક્રથી કપાયેલુ મસ્તક આ જગ્યા પર પડ્યુ હતું. આ મંદિર બલુચિસ્તાનથી 120 કિમી દૂર હિંગુલ નદી(Higul River)ના તટ પર સ્થિત છે.
ગજનીએ ઘણી વખત કરી હતી લૂંટ
આ મંદિર વિશે 1500 વર્ષ પહેલા ફરવા આવેલા ચીની બૌદ્ધ ભિક્ષુઓએ ઘણી વાતો લખી છે. આ મંદિર વિશે ચીની બૌદ્ધ ભિક્ષુઓએ જણાવ્યું કે મોહમ્મદ બિન કાસિમ તથા મોહમ્મદ ગજની(Mohammad Gajani)એ મંદિરને ઘણી વખત લુટ્યુ હતું. આ મંદિરમાં રોજ 'જય માતા દી'ના જયકારા લાગે છે. જયકારા લગાવતા લોકો હિન્દૂઓની સાથે મુસલમાનો પણ હોય છે. તેને હિંગળાજ ભવાની શક્તિપીઠ(Shaktipith)ના નામથી ઓળખવામાં આવે છે. જે હિંગળાજ ક્ષેત્રમાં સ્થિત છે.
51 શક્તિપીઠોમાંથી એક
હિંગળાજ માતાનું મંદિર 51 શક્તિપીઠોમાંથી એક છે. કહેવામાં આવે છે કે માતાના 51 શક્તિપીઠમાંથી સૌથી મહત્વપૂર્ણ પીઠ અહીં આવીને પડ્યુ હતું. ધરતી પર માતાના પહેલા સ્થાનના રૂપમાં હિંગળાજ માતાના મંદિરને ઓળખવામાં આવે છે. જણાવી દઈએ કે ભગવાન વિષ્ણુના ચક્રથી માતા સતીના અંગ કપાયા બાદ જે જે જગ્યાઓ પર પડ્યા હતા. તે જગ્યાઓને શક્તિપીઠ કહેવામાં આવે છે. આ શક્તિપીઠો કુલ 51 છે.
આ કારણે મુસ્લિમ કરે છે પૂજા-અર્ચના
હિંગળાજ માતાના મંદિરની સૌથી ખાસ વાત એ છે કે અહીં હિન્દૂઓની સાથે મુસ્લિમ પણ પૂજા-અર્ચના કરવા આવે છે અને પોતાનુ મસ્તક અહીં જુકાવે છે. આ મંદિરને મુસ્લિમ 'નાની કા મંદિર'(Nani Ka Mandir)ના નામે ઓળખે છે. જણાવવામાં આવે છે કે મુસલમાનો કોઈ પ્રાચીન પરંપરાનું પાલન કરતા આ મંદિરમાં આસ્થા રાખે છે તથા દેવી માતાના દર્શન કરવા આવે છે. મુસલમાન સમાજના લોકો મંદિરને પોતાની તીર્થયાત્રાનો ભાગ માને છે. માટે તે તેને 'નાની કા હજ'(Nani ka Haj) કહે છે.
ટિપ્પણીઓ નથી