પાકિસ્તાનમાં આવેલા આ મંદિરમાં પડ્યા હતા ભગવાન શિવના આંસુ, પાંડવોએ બનાવ્યું હતું મંદિર
પાડોસી મુસ્લિમ દેશ પાકિસ્તાન(Pakistan)ના પંજાબ(Punjab) પ્રાંતના ચકવાલામાં પ્રાકૃતિની વચ્ચે એક હિંદુ મંદિર છે. જેનું પૈરાણિત મહત્વ છે. ભગવાન શિવ(Shiv)ને સમર્પિત આ મંદિરનો ઈતિહાસ 5000 વર્ષ જુનો છે. આ મહાભારત(Mahabharat) કાળનું મંદિર છે. તેને કટાસરાજ મંદિર(Katasraj mandir)ના રૂપમાં ઓળખવામાં આવે છે જે ચકવાલ જિલ્લા મુખ્યાલયથી 40 કિમી દૂર આવેલું છે.
આ મંદિર સાથે જોડાયેલી પ્રચલિત માન્યતા એ છે કે જ્યારે સતી(Sati)એ તેના પિતા દક્ષ(Daksh)ના યજ્ઞકુંડમાં આત્મદાહ કર્યો ત્યારે તેમની યાદમાં તાંડવ કરતા ભગવાન શિવના આંસુ અહીં પડ્યા હતા. કહેવામાં આવે છે કે દૂખી શિવ એટલું રડ્યા હતા કે તેમના આંસુથી તળાવ(Lake) બની ગયું હતું. જેમાંથી એક કુંડનું નામ કટાક્ષ કુંડ છે. આ કટાક્ષ કુંડ અને તે જગ્યાએ બનેલ શિવ મંદિર હવે પાકિસ્તાનમાં છે. ભગવાન શિવના આંસુથી બનેલો બીજો કુંડ રાજસ્થાન(Rajasthan)ના પુષ્કર(Pushkar)માં છે.
એવું પણ કહેવાય છે કે, કટાસ રાજ મંદિર પરિસરમાં બનેલા સાત મંદિરો મહાભારત કાળ દરમિયાન પાંડવો(Pandava) દ્વારા બનાવવામાં આવ્યા હતા. પાંડવોએ તેમના વનવાસના લગભગ 4 વર્ષ અહીં વિતાવ્યા હતા. પાંડવોએ તેમના રહેવા માટે અહીં સાત ઈમારતો બનાવી હતી. આ ઇમારતો હવે સાત મંદિરો તરીકે ઓળખાય છે. એવું પણ કહેવાય છે કે, આ તળાવના કિનારે યુધિષ્ઠિર(Yudhishthir) અને યક્ષની વાતચીત થઈ હતી.
ટિપ્પણીઓ નથી