હેં, ના હોય? અહીં આવેલું છે મિયાં મહાદેવનું મંદિર, ઈતિહાસ છે 700 વર્ષ જૂનો
આમ તો કચ્છ(Kutch)માં કોમી એકતાના અનેક દાખલાઓ જોવા મળે છે, પરંતુ માંડવી(Mandavi) તાલુકાના એક નાનકડા ગામમાં આવેલું મહાદેવનું મંદિર(Mahadev Temple) અહીંની સાંપ્રદાયિક એકતાનો એક અનન્ય દાખલો છે. તો ચાલો જાણીએ ભગવાન ભોળાનાથના આ અનોખા ધામ વિશે.
મોટા ભાડિયા(Bhadiya) ગામમાં આવેલા એક ધાર્મિક પરિસરમાં મહાદેવનું મંદિર અને એક પીરની દરગાહ બન્ને બાજુ બાજુમાં આવેલી છે. હિન્દુ મુસ્લિમ)Hindu-Muslim) સમાજના ભાવિકો અહીં આવી બન્ને જગ્યાએ માથું ટેકાવે છે. આ કારણે જ આ પરિસરને મિયાં મહાદેવ(Miya Mahadev) તરીકે ઓળખવામાં આવે છે.
આ પણ વાંચો - અહીં આવેલું છે 156 વર્ષ જૂનુ મહાદેવનું મંદિર, ગાંધીજી સહિત અનેક મહાનુભાવો અહીં પધાર્યા હતા
ઇતિહાસની વાત કરીએ તો કહેવાય છે કે, 700 વર્ષ પહેલાં અહીં મહાદેવ સ્વામી નામના સંત રહેતા હતા.સિંધના મીરપુર ભઠોરા ગામથી આવેલા એક મુસ્લિમ પરિવારને તેમણે આ સ્થળ પર આસરો આપ્યો હતો. તેમની યાદમાં જ અહીં ભઠોર પીરની દરગાહ બનાવવામાં આવી છે.
અંદાજે 400 વર્ષ પહેલાં ગુંદીયાળી ગામના શેઠ સુંદરજી સોદાગરે મહાદેવની તપસ્યા કર્યા બાદ મહાદેવ તેમનાથી પ્રસન્ન થયા હતા અને ત્યારબાદ ઘોડાના વેપારમાં તેમને સફળતા મળતાં તેમણે અહીં આ નાગનાથ મહાદેવનું મંદિર બનાવ્યું હતું.
આ પણ વાંચો - પાકિસ્તાનમાં આવેલા આ મંદિરમાં પડ્યા હતા ભગવાન શિવના આંસુ, પાંડવોએ બનાવ્યું હતું મંદિર
હર વર્ષે મહાશિવરાત્રી(Mahashivratri), શ્રાવણ માસ સહિત અનેક તહેવારો નિમિત્તે મોટી સંખ્યામાં ભાવિકો અહીં દર્શન કરવા આવે છે અને મહાદેવની પૂજા સાથે ભઠોરપીરની દરગાહ પર પણ માથું ટેકી ચાદર ચડાવે છે.
નાગનાથ મહાદેવ(Nagnath Mahadev)ના મંદિર અને ભઠોર પીરની દરગાહ વચ્ચે એક બારી આવેલી છે. કહેવાય છે કે આ બારી ક્યારેય પણ બંધ થતી નથી. અને જો તેને બંધ કરે છે તો આપમેળે ખુલી જાય છે. આસ્થા અને કોમી એકતાના આ જીવંત નમૂનાને આ કારણે જ લોકો મિયાં મહાદેવ તરીકે ઓળખે છે.
ટિપ્પણીઓ નથી