Breaking News

હેં ! ના હોય ? અહીં આવેલું છે વિઝાવાળા હનુમાનજીનું મંદિર, વિદેશ જવા લોકો રાખે છે માનતા

દુનિયાભરમાં હનુમાનજી(Hanumanji)ના અનેક મંદિરો આવેલા છે. ત્યારે ભક્તજનો હનુમાનજીના મંદિરમાં અનોખી માનતા રાખતા હોય છે. અને આ માનતાઓ શ્રી હનુમાનજી પૂર્ણ પણ કરે છે. ત્યારે અમદાવાદ(Ahmedabad)ના ખાડિયા(Khadiya) વિસ્તારમાં દેસાઈની પોળ(Desai Pol)માં ચમત્કારિક શ્રી હનુમાનજીનું આવું જ એક પૌરાણિક મંદિર આવેલું છે. જ્યાં લોકો વિદેશમાં જવા માટે વિઝા(Visa) ન મળતા હોય તો માનતા રાખતા હોય છે. તો ચાલો જાણીએ આ મંદિર વિશે.

આ હનુમાનજીનું મંદિર(Hanuman Temple) આશરે 300 વર્ષથી પણ વધારે પ્રાચીન હોવાનું મનાય છે. જેમાં આ મંદિર વિશે લોકોમાં એક અનોખી માન્યતા રહેલી છે. વિદેશ જવાની ઘેલચ્છા ધરાવતા લોકો આ હનુમાનજીના મંદિરમાં વધારે આવતા હોય છે. કારણ કે આ હનુમાનજી વિદેશના વિઝાની માન્યતા માટે પ્રસિદ્ધ છે.


આ મંદિરમાં સંકલ્પ લેવાવાળા લોકોને વિઝા મળી ગયા હોવાના અનેક દાખલા પણ નોંધાઈ ચૂક્યા છે. આ માટે હનુમાનજીના દર્શન કરવા જાઓ ત્યારે તમારે તમારો પાસપોર્ટ(Passport) લઈ જવાનો રહે છે. પૂજારી તમારા પાસપોર્ટને લઈને હનુમાનજીને દેખાડે છે અને સંકલ્પ મુકાવીને તમને પાસપોર્ટ પાછો આપી દે છે. સંકલ્પ મુકાવ્યા પછી થોડા જ સમયમાં તેમને વિઝા મળી જતા હોય છે.

આ પણ વાંચો - ગુજરાતમાં આવેલા આ મંદિરમાં હનુમાનજીની સાથે તેમના પત્નીની પણ પૂજા કરાય છે.

છેલ્લા વીસેક વર્ષથી આ હનુમાનજીને ચમત્કારિક વિઝાવાળા હનુમાનજી તરીકે પણ ઓળખાય છે. હનુમાનજીના દર્શન માટે માત્ર અમદાવાદ જ નહિ પરંતુ દૂર દૂરથી લોકો અહીં આવતા હોય છે. જે લોકો હનુમાનજીનો સંકલ્પ લે છે. તેમને વિઝા ફટાફટ મળી જાય છે. તેવી અહીં આવતા ભક્તોજનોની શ્રદ્ધા અને માન્યતા છે.


એવું પણ કહેવાય છે કે અમદાવાદ અને ભારતભરના લોકો વિઝા મેળવવા માટે વિઝાની કચેરીએ નહીં પણ દાદાના ચરણોમાં શીશ ઝૂકાવે છે. લોકો તેમનો પાસપોર્ટ લઈને આવે છે અને વિઝા માટે હનુમાનજીને પ્રાર્થના કરે છે. એવી માન્યતા છે કે હનુમાનજી ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે.

આ પણ વાંચો -જાણો હનુમાનજીના 11 સૌથી ચમત્કારી મંદિર વિશે, દર્શન માત્રથી તમામ દૂખ થાય છે દૂર

આ ચમત્કારિક હનુમાનજીના મંદિરમાં દર્શનનો સમય સવારે 7:30 થી રાત્રિના 7:30 સુધીનો હોય છે. તથા સમયાંતરે અહીં ઉત્સવો પણ ઉજવવામાં આવે છે.આ સાથે હનુમાનજી દાદાને દરરોજ જુદા જુદા વાઘાનો શણગાર કરવામાં આવે છે. આ મંદિરમાં ખાસ કરીને શનિવારે અને મંગળવારે સવિશેષ ભીડ જોવા મળતી હોય છે.

1 ટિપ્પણી: