Breaking News

ભગવાન વિષ્ણુના જગવિખ્યાત ધામ બદ્રીનાથમાં શંખ વગાડવામાં આવતો નથી, જાણો રહસ્ય


હિંદુ (hindu) માન્યતાઓ અનુસાર, ચાર ધામોમાંથી એક બદ્રીનાથ(Badrinath) મંદિરનો વિશેષ મહિમા છે. ભગવાન શ્રી હરિ વિષ્ણુ(Lord vishnu) સ્વયં અહીં નિવાસ કરે છે. તેથી જ તેને પૃથ્વીની કરોડરજ્જુ પણ કહેવામાં આવે છે. આ મંદિરમાં શંખ ​​વગાડવામાં આવતો નથી.

એવી માન્યતા છે કે આ મંદિર(Mandir) નવમી સદીમાં નિર્માણ પામ્યું હતું.આ મંદિરમાં આકર્ષક સ્થિતિમાં બદ્રીનારાયણની પ્રતિમા છે અને તેની ઊંચાઈ 3.3 ફીટ હોવાનું કહેવાય છે.માન્યતા અનુસાર આ મૂર્તિની સ્થાપના આદિ શંકરાચાર્ય(Shankaracharya) દ્વારા કરવામાં આવી હતી અને આ મૂર્તિ સ્વયં જમીન પર પ્રગટ થઇ હતી.

ભગવાન વિષ્ણુના મંદિરમાં શંખ વગાડવા પર પ્રતિબંધિત

હિન્દુ ધર્મ(Hindu Dharma)માં શંખનુ વિશેષ મહત્વ છે. દરેક શુભ કાર્યમાં પૂજા(Pooja) શરૂ કરતા પહેલા શંખને વગાડવાનુ પણ વિધાન છે. શંખ વગાડ્યા બાદ શંખમાં પાણી નાખીને પવિત્રતા માટે બધા પર છાંટવામાં આવે છે. ઉત્તરાખંડ(Uttrakhand)ના ચમોલી(Chamoli) જિલ્લામાં ભગવાન બદ્રી વિશાળનુ મંદિર સ્થિત છે, જે આસ્થાનુ પ્રતિક છે અને પંચ બદ્રીમાંથી પહેલા બદ્રી છે. અહીં કપાટ ખુલતા જ મોટી સંખ્યામાં ભક્તોનો ધસારો રહે છે. પરંતુ તમને આ જાણીને આશ્ચર્ય અવશ્ય થશે કે આ મંદિર ભગવાન વિષ્ણુનુ છે, પરંતુ મંદિરમાં શંખ વગાડવો પ્રતિબંધિત છે

વૈજ્ઞાનિક શંખ ન વગાડવા પાછળ આપે છે આ તર્ક

બદ્રીનાથ ધામમાં હિમવર્ષાથી આખુ બદ્રી ક્ષેત્ર બરફથી ઘેરાયેલુ હોય છે. વિજ્ઞાન(Science) અનુસાર દરેક જીવ કે કોઈપણ પદાર્થની પોતાની આવર્તન હોય છે. આવી સ્થિતિમાં, જો અહીં શંખ ​​વગાડવામાં આવે છે, તો તેનો અવાજ પર્વતો(Mount) સાથે અથડાય છે અને પડઘો પાડે છે. જેના કારણે બરફ ફાટવાની કે બરફનું તોફાન આવવાની શક્યતા છે. તે જ સમયે, વૈજ્ઞાનિકો કહે છે કે ચોક્કસ ફ્રિક્વન્સીનો અવાજ પર્યાવરણને નુકસાન પહોંચાડે છે. જ્યારે આવું થાય છે, ત્યારે પર્વતોમાં ભૂસ્ખલનનું જોખમ વધી જાય છે. તેથી બદ્રીધામમાં શંખ વગાડવામાં આવતો નથી.

શંખ ન વગાડવાનુ ધાર્મિક કારણ

શંખ ન ફૂંકવા પાછળ કેટલીક ધાર્મિક માન્યતાઓ પણ છે. શાસ્ત્રોમાં વર્ણવેલ કથા અનુસાર, એક વખત દેવી લક્ષ્મી(Lakshmi) બદ્રીનાથ ધામમાં ધ્યાનમાં બેઠા હતા. તે દરમિયાન ભગવાન વિષ્ણુએ શંખચૂર્ણ નામના રાક્ષસનો વધ કર્યો. અને હિંદુ ધર્મની માન્યતાઓમાં વિજય પર શંખ વગાડવામાં આવે છે, પરંતુ વિષ્ણુજી લક્ષ્મીજીના ધ્યાન ભંગ ના થાય તેથી શંખ ના વગાડ્યો, તેથી તેમણે શંખ ફૂંક્યો ન હતો. આવી જ બીજી દંતકથા અનુસાર, આ વિસ્તારમાં એક ઋષિ રાક્ષસોનો નાશ કરી રહ્યા હતા. ત્યારે અતાપી અને વાતાપી નામના રાક્ષસો ત્યાંથી ભાગી ગયા. જ્યારે અતાપી પોતાનો જીવ બચાવવા મંદાકિની(Mandakini) નદીના આશ્રયમાં ગયો, ત્યારે વાતાપી પોતાનો જીવ બચાવવા માટે શંખની અંદર સંતાઈ ગયો. આવી સ્થિતિમાં એવું કહેવાય છે કે જો તે સમયે કોઈ શંખ વગાડે તો રાક્ષસ તેમાંથી ભાગી જાય છે, જેના કારણે બદ્રીનાથ ધામમાં શંખ ​​વગાડવામાં આવતો નથી.

ટિપ્પણીઓ નથી