Breaking News

હાથ જોડી નમસ્કાર કરવાથી થાય છે અનેક ફાયદાઓ, ભગવાન શિવ સાથે જોડાયેલું છે રહસ્ય


ભારતીય સંસ્કૃતિમાં હાથ જોડીને અભિવાદન કરવાની પરંપરા સદીઓથી ચાલી આવે છે. જ્યારે પણ આપણે કોઈને મળીએ છે ત્યારે હાથ જોડીને નમસ્કાર કરીએ છે. શું તમે જાણો છો કે હાથ જોડીને નમસ્કાર કરવાનું શાસ્ત્રોમાં પણ વિશેષ મહત્વ છે? જાણો આ વિશેની અનોખી વાતો.

સારા સ્વાસ્થ્ય માટે વ્યાયામ ખુબ જરૂરી છે. શાસ્ત્રો અને વેદોમાં પણ યોગ ક્રિયાઓ અંગે વર્ણન મળે છે. ભારતીય સંસ્કૃતિમાં હાથ જોડીને અભિવાદન કરવાની પરંપરા ઘણા વર્ષોથી ચાલી આવી છે. હિન્દૂ ધાર્મિક સ્થળોમાં પણ હાથ જોડીને જ ભગવાનની પ્રાર્થના કરે છે. ત્યાં જ, જયારે પણ કોઈને મળે છે તો પણ હાથ જોડીને નમસ્કાર કરે છે. એવામાં સવાલ આવે છે કે નમસ્કાર કરતી સમયે હાથ જોડવા પાછળ કારણ શું છે. 

ભગવાન શિવ સાથે જોડાયેલું છે રહસ્ય

શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે આપણું શરીર પાંચ તત્વોથી બનેલું છે. આપણું શરીર બે ભાગમાં વહેંચાયેલું છે, જેમાં જમણા ભાગને ઈડા અને ડાબા ભાગને પિંડલી કહેવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ઇડા અને પિંડલી બંને નાડીઓ શિવ અને શક્તિના સ્વરૂપો છે. જેમ શિવ અને શક્તિ બંને સાથે મળીને અર્ધનારીશ્વરનું સ્વરૂપ પૂર્ણ કરે છે, તેવી જ રીતે જ્યારે આપણે ડાબા હાથ સાથે જમણા હાથને હૃદયની સામે જોડીએ છીએ, ત્યારે આપણું હૃદય ચક્ર અથવા અજ્ઞાન ચક્ર સક્રિય થાય છે. આપણી અંદર રહેલી દૈવી શક્તિ આપણને સકારાત્મક ઉર્જા આપે છે. આપણી વિચારવાની અને સમજવાની શક્તિ વધે છે. આપણું મન શાંત થઈ જાય છે. શરીરમાં લોહીનો પ્રવાહ પણ યોગ્ય રહે છે. એટલા માટે હાથ જોડીને અભિવાદન કરવાથી વ્યક્તિના મનમાં સકારાત્મક વિચારો આવે છે, જેના કારણે સામેની વ્યક્તિ પ્રત્યે પણ સન્માનની ભાવના આવે છે.

જાણો વૈજ્ઞાનિક કારણ

નમસ્કાર શબ્દ સંસ્કૃત શબ્દ નમસ પરથી આવ્યો છે, જેનો અર્થ થાય છે એક વ્યક્તિના આત્માથી બીજી વ્યક્તિના આત્મા પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવી. વિજ્ઞાન અનુસાર આપણા હાથની નસો આપણા માથાની નસો સાથે જોડાયેલી હોય છે. જ્યારે આપણે હાથ જોડીને નમસ્કાર કરીએ છીએ, ત્યારે આપણા શરીરમાં ચેતના આવે છે, જેના કારણે આપણી યાદશક્તિ વધે છે.

હાથ જોડીને અભિવાદન કરવાથી સામેની વ્યક્તિ નમસ્કાર કરનાર વ્યક્તિને લાંબા સમય સુધી યાદ રાખે છે. એવું માનવામાં આવે છે કે આપણા બંને હાથ આચાર અને વિચારો સાથે જોડાયેલા છે. આચાર એટલે ધર્મ અને વિચાર એટલે તત્વજ્ઞાન. એટલા માટે હાથ જોડીને નમસ્કાર કરવું જોઈએ, જેથી ધર્મ અને દર્શન વચ્ચે સંતુલન જળવાઈ રહે.

ટિપ્પણીઓ નથી