Breaking News

અયોધ્યામાં ભગવાન શ્રી રામની પ્રતિમા બનશે આ 6 કરોડ વર્ષ જૂના પથ્થરમાંથી, જાણો ક્યાંથી મળ્યો આ પથ્થર


ભગવાન રામની જન્મભૂમિ અયોધ્યામાં બની રહેલા વિશ્વના સૌથી મોટા રામ મંદિર માટે રામ લલ્લાની મૂર્તિ જે પત્થરમાંથી બનાવવામાં આવશે તે કોઈ સામાન્ય પત્થર નહીં પરંતુ તેનું ઐતિહાસિક, પૌરાણિક, ધાર્મિક અને વૈજ્ઞાનિક રીતે પણ મહત્વ રહેલું છે. આ પવિત્ર પથ્થર નેપાળના મ્યાગદી જિલ્લાના બેનીથી હજારો લોકોની શ્રદ્ધા વચ્ચે તે પવિત્ર પત્થરને અયોધ્યા લાવવામાં આવ્યો છે.

મ્યાગદીમાં પ્રથમ શાસ્ત્રોક્ત રીતે માફી માંગવામાં આવી હતી, એ પછી ભૂસ્તર વૈજ્ઞાનિકો અને પુરાતત્વીય નિષ્ણાતોની દેખરેખ હેઠળ પથ્થરનું ખોદકામ કરવામાં આવ્યું હતું. હવે તેને પૂરા રાજકીય સન્માન સાથે એક મોટી ટ્રકમાં લાવવામાં આવ્યો હતો.જ્યાં જ્યાંથી આ શીલા યાત્રા પસાર થઈ તે સમગ્ર રસ્તામાં ભક્તો અને શ્રદ્ધાળુઓ દ્વારા તેના દર્શન પૂજા વગેરે કરવામાં આવી હતી.

ભારત સરકાર અને રામમંદિર ટ્રસ્ટ તરફથી ગ્રીન સિગ્નલ મળતાં જ હિન્દુ સ્વયંસેવક સંઘ,વિશ્વ હિન્દુ પરિષદ નેપાળની સાથે સમન્વય કરતાં એવું નક્કી કર્યું હતું કે અયોધ્યા મંદિરને બે હજાર વર્ષો માટે બનાવવામાં આવી રહ્યું છે તો એમાં સ્થાપન થનારી મૂર્તિ તેનાથી વધુ લાંબા સમય સુધી ચાલે એ પ્રકારનો પત્થર જેનું ધાર્મિક,પૌરાણિક અને આધ્યાત્મિક મહત્વ હોય તેને અયોધ્યા મોકલવામાં આવે.

નેપાળ સરકારે કેબિનેટ બેઠકમાં કાલી ગંડકી નદીના કિનારે રહેલા શાલીગ્રામ પત્થરને મોકલવા માટે પોતાની સ્વિકૃતિ આપી હતી. આ પ્રકારના પત્થરને શોધવા માટે નેપાળ સરકારે જિયોલોજિકલ અને આર્કિલોજિકલ સહિત વોટર કલ્ચરને જાણનારા સમજનારા વિશેષજ્ઞોની એક ટીમ મોકલીને પત્થરની પસંદગી કરવામાં આવી. અયોધ્યા માટે જે પત્થર મોકલાવામાં આવ્યો તે સાડા 6 કરોડ વર્ષ જૂનો છે અને તેની આયુષ્ય હજુ પણ એક લાખ વર્ષ સુધી રહેવાની વાત જણાવવામાં આવી છે.

જે કાલી ગંડકી નદીમાંથી આ પથ્થર લાવવામાં આવ્યો છે તે નેપાળની પવિત્ર નદી માનવામાં આવે છે.આ નદી દામોદર કુંડમાંથી નીકળીને ભારતમાં ગંગા નદીમાં ભળે છે આ નદીના કિનારે શાલિગ્રામના પથ્થરો જોવા મળે છે,જેની ઉંમર કરોડો વર્ષની માનવામાં આવે છે. જે ફક્ત અહીં જ જોવા મળે છે.શાલિગ્રામ પત્થરોને ભગવાન વિષ્ણુના રૂપમાં પૂજવામાં આવતા હોઈ તેને દેવશિલા પણ કહેવામાં આવે છે.

આ પત્થરને ત્યાંથી ઉઠાવતા પહેલા વિધિવિધાનના હિસાબથી સૌ પ્રથમ ક્ષમા પૂજા કરવામાં આવી, પછી ક્રેનની મદદથી પત્થરને ટ્રકમાં ગોઠવવામાં આવ્યો. એક પત્થરનું વજન 27 ટન બતાવાઈ રહ્યું છે. જ્યારે બીજા પત્થરનું વજન 14 ટન છે. પોખરામાં ગંડકી પ્રદેશ સરકાર વતી મુખ્યમંત્રી ખગરાજ અધિકારીએ એને જનકપુરધામના જાનકી મંદિરના મહંતને વિધિપૂર્વક હસ્તાતંરિત કર્યું છે. સોંપણી કરતા પહેલા મુખ્યમંત્રી અને પ્રદેશના અન્ય મંત્રીઓએ આ શાલિગ્રામ પથ્થરનો જલાભિષેક કર્યો હતો. નેપાળ તરફથી અયોધ્યામાં રામ મંદિરને આ પથ્થર સમર્પિત કર્યો ત્યારે દરેક લોકો ખૂબ જ ઉત્સાહિત દેખાતા હતા.

ટિપ્પણીઓ નથી