હનુમાનજીનું એક એવું મંદિર જ્યાં તેમની મુખાકૃતિ વાનર નહી પરંતું મનુષ્ય સ્વરૂપમાં છે, જાણો મંદિરનો મહિમા
દેશ-વિદેશમાં અનેક જગ્યાએ હનુમાનજીના અનેકો મંદિરો આવેલા છે. દર શનિવાર(Saturday)ના રોજ ભક્તો અપાર ક્ષદ્ધા સાથે હનુમાનજીના મંદિરે દર્શનાર્થે જતા હોય છે. મોટાભાગે હનુમાનજીની મૂર્તિઓમાં તેમની મુખાકૃતિ વાનર સ્વરૂપે હોય છે પણ ગુજરાતમાં એક એવું મંદિર પણ આવેલું છે જ્યાં હનુમાનજીની મૂર્તિની મુખાકૃતિ મનુષ્ય અવતારની છે. તો ચાલો જાણીએ એ મંદિર(Mandir) વિશે..
હનુમાનજી(Hanuman)નું આ અનોખું મંદિર વડોદરા(Vadodara)માં આવેલું છે. જ્યાં ભીડભંજન હનુમાનજી બિરાજમાન છે.હરણી સ્થિત ભીડભંજન હનુમાનજીની મુખાકૃતિ મનુષ્ય અવતારની છે. સામાન્ય રીતે હનુમાનજીનો અવતાર વાનર સ્વરૂપના હોય છે, પરંતુ આ પ્રકારે મુખાકૃતિમાં મૂંછ અને દાઢી શા માટે છે? તેવા અનેક સવાલો ઉભા થાય છે. આ બાબતે પણ સ્કંદ પુરાણોમાં ઇતિહાસ ધરાવે છે.
એક રોચક કથા મુજબ આ સ્થળ પર એક હીરણાંક્ષી નામનો દૈત્ય રહેતો હતો. આ દૈત્ય ખૂબ જ બળવાન અને અજરઅમર હતો. તે અહીં રહેલા સાધુસંતોને ખૂબ હેરાન કરતો હતો. આ સાધુસંતોએ પ્રભુ શ્રીરામને વિનંતી કરી હતી કે, તમારા વચન પ્રમાણે કોઈ પણ દૈત્યનો નાશ થશે અને શાંતિ સ્થાપિત થશે. તેને લઈ અમારા વિસ્તારમાં પણ દૈત્ય હેરાન કરી રહ્યો છે ત્યારે ભગવાન શ્રીરામે હનુમાનજીને આજ્ઞા કરી કહ્યું હતું કે, આ સ્થળ પર એક દૈત્ય રહે છે તેનો નાશ કરો.
હનુમાનજી અને દૈત્ય વચ્ચે યુદ્ધ થયું હતું અને પૂરાણોમાં ઉલ્લેખ છે કે, ઘણા સમય સુધી હનુમાનજી અને દૈત્ય વચ્ચે યુદ્ધ ચાલ્યું હતું. સ્વયં પ્રભુ શ્રીરામ(Shree Raam) આ દૈત્યના વધ માટે ત્યાં પહોંચ્યા હતા. ત્યારે બ્રહ્માજી(Bhrahma)એ આકાશવાણી કરી હતી કે, આ દૈત્ય અજરઅમર છે. તેને બ્રહ્માજીનું વરદાન પ્રાપ્ત છે, જેથી તે મૃત્યુ પામી શકે તેમ નથી. ત્યારે ભગવાન શ્રીરામે હનુમાનજીને વિરાટરૂપ ધારણ કરી તેનો નાશ કરવાનું કહ્યું હતું. ત્યારે હનુમાનજી આ દૈત્યને હાથમાં પકડી અને હવામાં ફેંકે અને તેને જમીન પર પછાડે છે. ત્યારે તેને પગમાં દબાવી રાખે છે અને ત્યારબાદ ભગવાન શ્રીરામે તેમને કહ્યું કે, આ દૈત્ય અજરઅમર છે તેનું મૃત્યુ શક્ય નથી. ત્યારે આક્રોશથી હનુમાનજી દૈત્યને પોતાના પગમાં દબાવે છે અને ગદાનો પ્રહાર કરે છે.
તે સમય જોઈ ભગવાન શ્રીરામ(Lord Raam) કહે છે કે. તથાસ્તુઃ ત્યારે હનુમાનજી ત્યાં સ્થિર થયા હતા. ભગવાન શ્રીરામે કહ્યું કે, દૈત્યનું મૃત્યુ શક્ય નથી. ત્યારે તમારી શક્તિથી તમારા પગમાં દબાવી રાખો અને કાલ અંતરે આ નગરી મનુષ્યનગરી થશે તો તમારું વિરાટ રૂપ, ભયંકર રૂપ અને વાનર રૂપ જોઈ લોકો ગભરાઈ જશે, જેથી આ કાળથી મનુષ્યરૂપ બિરાજમાન થઈ અને સાધુસંતો અને ઋષિમુનિઓનું કષ્ટ દૂર કરો. એટલે ગુજરાતીમાં કષ્ટનો બીજો અર્થ થાય છે ભીડ દૂર થઈ એટલે અહીં ભીડભંજન(BhidBhanjan) તરીકે પ્રસિદ્ધ થયા હતા.
#Hanumanji #Bajrangbali #હનુમાનજી #ShreeRaama #LordHanuman
ટિપ્પણીઓ નથી