Breaking News

આ મંદિરમાં આવેલી છે વિશ્વની સૌથી મોંઘી દુકાન, કિંમત સાંભળી ચોંકી જશો


દેશભરમાં અનેક મંદિરો આવેલા છે જ્યાં પ્રસાદ માટે ઘણીબધી દુકાનો આવેલી છે. જ્યાં ભગવાન કે માતાજીને ધરાવવા માટે પ્રસાદ મળતો હોય છે. પરંતું આપણે ક્યારેય વિચારી પણ ન શકીએ કે આવી કોઈ દુકાન વિશ્વની મોંઘી દુકાન પણ હોઈ શકે છે. ત્યારે ચાલો આવો જાણીએ એ મોંઘી દુકાન વિશે..

પ્રસિદ્ધ ખજરાના ગણેશ મંદિર પરિસરમાં દુનિયાની સૌથી મોંઘી પ્રસાદની દુકાન બની છે. ખજરાના ગણેશ મંદિરમાં ઓક્ટોબરમાં IDAએ દુકાનને લઈ ટેન્ડર જાહેર કર્યું હતું.

 

મિનિ મુંબઈ કહેવાતા ઈન્દોર શહેરમાં આમ તો જમીનોની કિંમત ખૂબ જ વધારે છે. મધ્યપ્રદેશની આર્થિક રાજધાની કહેવાતુ ઈન્દોર શહેર હંમેશા ચર્ચામાં રહે છે. પરંતુ આ વખતે એક પ્રસાદની દુકાનને લઈ સમગ્ર ભારતમાં ઈન્દોર શહેર ફરી એક વખત ચર્ચામાં છે.  ખજરાના ગણેશ મંદિર પરિસરમાં એક પ્રસાદની દુકાનની હરાજીમાં દુકાનના ભાવ સાંભળીને મોટા મોટા રિયલ એસ્ટેટના કારોબારીઓ પણ દંગ રહી ગયા છે. 70 વર્ગ ફુટની પ્રસાદની દુકાનની હરાજી આશરે 1 કરોડ 72 લાખ રુપિયા નક્કી થઈ હતી.

 

દુનિયાની સૌથી મોંઘી પ્રસાદની દુકાન બની 
પ્રસિદ્ધ ખજરાના ગણેશ મંદિર પરિસરમાં દુનિયાની સૌથી મોંઘી પ્રસાદની દુકાન ખુલી છે. ખજરાના ગણેશ મંદિરમાં ઓક્ટોબરમાં આઈડીએએ દુકાનને લઈ ટેન્ડર જાહેર કર્યું હતું. જેમાં ઘણા લોકોએ ટેન્ડર ભર્યું હતું, પરંતુ 70 વર્ગ ફુટની પ્રસાદની દુકાનની હરાજી આશરે 1 કરોડ 72 લાખ રુપિયા નક્કી થઈ હતી.

 

108 લોકોએ ભર્યા ફોર્મ, 7 થયા સિલેક્ટ 
દુકાનનું ટેન્ડર મળ્યા બાદ ઈન્દોરના દીપક રાઠોડ   દુનિયાની સૌથી મોંઘી પ્રસાદની દુકાનના માલિક બની ગયા છે. ઓક્ટોબરમાં દુકાનના ટેન્ડર જાહેર થયા હતા, જેમાં 108 લોકોએ ફોર્મ ભર્યા હતા. દીપકે જણાવ્યું કે તેમાંથી માત્ર 7 ફોર્મ જ સિલેક્ટ થયા હતા, જેમાં ભગવાન ગણેશની કૃપાથી આ દુકાન મને મળી છે.

 

કલેક્ટરના આદેશ પર હરાજીની પ્રક્રિયા આગળ વધી
 દુકાન લાંબા સમયથી બંધ હતી. દુકાન નંબર 1-એ અને 20-એ ને વેચવાની હતી. ઓક્ટોબર 22 માં મંદિર સમિતિના અધ્યક્ષ કલેક્ટર મનીષ સિંહના નિર્દેશ પર આ બંને દુકાનોની હરાજી પ્રક્રિયા આગળ વધી હતી. ઈન્દોર ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા તેની હરાજીની પ્રક્રિયા કરવામાં આવી હતી.

 

મૂળ કિંમત 30 લાખ રૂપિયા 
ઈન્દોર ડેવલપમેન્ટ ઓથોરિટીના માધ્યમથી ટેન્ડર જાહેર કરાયું હતું. 36 અને 69.53 વર્ગફૂટની દુકાનો માટે   30 લાખની મૂળ   કિંમત રાખવામાં આવી હતી, જ્યારે આઈડીએ દ્વારા ટેન્ડર ખોલવામાં આવ્યા તો 69.53 વર્ગફૂટની દુકાનનું ટેન્ડર જોઈ પ્રશાસન અને આઈડીએના અધિકારીઓ દંગ રહી ગયા હતા.

 

વેપારી દેવેંદ્ર રાઠોડ તરફથી સૌથી વધારે રકમ 1 કરોડ 72 લાખ રુપિયા 69.53 વર્ગફુટની દુકાન માટે લગાવવામાં આવ્યા હતા. આ દુકાનની કિંમત આશરે 2.47 લાખ રુપિયા પ્રતિ વર્ગફુટ આવી છે. આ મંદિર પરિસરમાં દરેક દુકાનનો રોજનો ગલ્લો આશરે 15થી 20 હજાર રુપિયા છે.


ટિપ્પણીઓ નથી