કળિયુગના અંતમાં ભયાનક હશે પરિસ્થિતિ, મનુષ્યની હાલત કાંઈક આવી હશે !
વેદ તથા પુરાણો અનુસાર, સૃષ્ટિના ચક્રમાં ચાર જેટલા યુગ છે. સૌપ્રથમ સતયુગ, પછી ત્રેતા, પછી દ્વાપર અને પછી કળયુગ. હાલ કળિયુગ ચાલી રહ્યો છે. અત્યારથી જ્યાં જગતમાં આવી પરિસ્થિતિ છે તો આપણે વિચારી પણ ન શકીએ કે કળિયુગના અંત સુધીમાં કેવી પરિસ્થિતિ હશે.
પ્રથમ યુગ એટલે કે, સતયુગમાં દેવતાઓ, સ્વયં યક્ષ, કિન્નર અને ગાંધર્વ વગેરે મનુષ્યોની જેમ પૃથ્વી પર નિવાસ કરતા હતા. બીજા યુગ એટલે કે, ત્રેતાયુગમાં ભગવાન વિષ્ણુએ શ્રી રામના રૂપમાં માનવ શરીરમાં અવતાર લીધો હતો. તે પછી ત્રીજો યુગ એટલે કે, દ્વાપરયુગમાં યુગમાં ભગવાન શ્રીકૃષ્ણ અવતર્યા. અને ચોથો યુગ એટલે કળિયુગ.
કળિયુગ અગાઉના ત્રણ યુગ કરતાં ઘણો નાનો
છે, પરંતુ આમાં પાપ
અને અંધકાર વધુ છે અને દેવી-દેવતાઓ વગેરે દેખાતા નથી. આ યુગમાં મનુષ્ય શ્રેષ્ઠ છે. મહાભારત ગ્રંથ, વિષ્ણુ
પુરાણ અને કલ્કી પુરાણ સહિત અનેક ગ્રંથોમાં હજારો વર્ષ પહેલા કલયુગની આગાહી કરવામાં
કે કળિયુગના અંતમાં માનવજીવન કેવું હશે.
વિષ્ણુ પુરાણ મુજબ કળિયુગમાં એટલા ખરાબ
દિવસો આવશે કે મનુષ્યની ઉંચાઈ માત્ર 4 ઈંચ જ હશે. તે જ સમયે, વ્યક્તિની ઉંમર ફક્ત 12-20 વર્ષની વચ્ચે હશે. આ એવો યુગ છે, જેમાં સત્ય, દયા, કરુણા, કર્તવ્ય અને અહિંસા ઘટી જશે… અને પાપીઓની સંખ્યા વધશે. કળિયુગમાં
ધર્મ પાળનારા ઘટશે, ગાયો પણ ખતમ થશે.
ટિપ્પણીઓ નથી