Breaking News

ગુજરાતમાં આવેલા માતાજીના આ મંદિર સામે અંગ્રજો પણ ઝૂકતા, આજે પણ ટ્રેન હોર્ન વગાડ્યા પછી આગળ વધે છે.


ગુજરાતમાં માતાજીનું એક એવું મંદિર આવેલું છે જેની સામે અંગ્રેજોએ પણ ઝૂકવું પડ્યું હતું.એટલું જ નહીં આજે પણ રેલવે આ મંદિરે સલામ ભરે છે. ટ્રેન જ્યારે અહીંથી પસાર થાય ત્યારે હોન મારીને જ આગળ વધે છે. ત્યારે કયું છે આદ્યશક્તિનું આ પાવન ધામ? ચાલો જાણીએ.

અમદાવાદ જિલ્લાના ધોળકા પાસે આવેલું છે અરણેજ ગામ. આ જ પાવન ગામમાં બિરાજમાન છે મા બુટભવાની. કહેવાય છે કે માતા બુટભવાનીનું મંદિર અહીં સ્વયં પ્રાગટ્ય થયું હતું. જ્યાં અંગ્રેજો પણ નમન કરતા હતા. 

એવું કહેવાય છે કે જ્યારે દેશમાં અંગ્રેજોનું શાસન હતું ત્યારે અંગ્રેજોએ અરણેજ ગામમાંથી પણ ટ્રેન ચાલુ કરી હતી. પરંતુ ટ્રેનના ડબ્બા અને ટ્રેક વેરવિખેર થઈ જતાં હતા. ઈજનરો જેટલીવાર તેને રિપેર કરે તેટલી વાર વેરવિખેર થઈ જતાં હતા. અંગ્રેજો કંઈ સમજી શક્તા ન હતા. આખરે કોઈએ તેમને કહ્યું કે મા બુટભવાની બિરાજે છે તો તેમનું નૈવધ કરવું પડે. અને જ્યારે અંગ્રેજોએ માતાજીના મંદિરે સવા રૂપિયો, નાળિયેર અને ચુંદડી અર્પણ કરી. તેની સાથે જ ટ્રેન દોડવા લાગી. સરકાર આજે પણ દર વર્ષે મંદિરને વર્ષાસન અર્પણ કરે છે. તો આજે જ્યારે અરણેજના સીમાડામાંથી ટ્રેન પસાર થાય ત્યારે તે હોન વગાડીને જ આગળ જાય છે. અને આ પરંપરા વર્ષોથી ચાલી આવે છે. 

ચૈત્રસુદ પૂનમના દિવસે માતાજીનો પ્રાગટ્ય દિવસ અહીં રંગેચંગે મનાવાય છે. તો દર પૂનમે મોટી સંખ્યામાં માઈ ભક્તો અહીં દર્શન માટે આવે છે. 11 એકરમાં ફેલાયેલા આ મંદિર સાથે માઈ ભક્તોની અતુટ આસ્થા રહેલી છે. મોટી સંખ્યામાં મા બુટભવાનીના દર્શન માટે આજે ભક્તો અહીં આવે છે. 

ટિપ્પણીઓ નથી