ઔરંગઝેબ પણ નહોતો તોડાવી શક્યો ભગવાન શ્રી કૃષ્ણની આ મૂર્તિ, જાણો આખી કહાની
ભગવાન શ્રીકૃષ્ણના ગુજરાતમાં અને ગુજરાતની બહાર પણ અનેક મંદિરો આવેલા છે. ત્યારે વાત કરીએ એવા એક મંદિરની જેની મૂર્તિ ઔરંગઝેબ પણ તોડાવી ન શક્યો. આ વાત છે બનાસ નદીના કિનારે આવેલા નાથદ્વારાની. અહીં એક તીર્થ સ્થાન આવેલુ છે જ્યાં ભગવાન વિષ્ણુ સાત વર્ષના શિશુ અવતારમાં બિરાજમાન છે. અને તે છે શ્રીનાથજી મંદિર. ત્યારે આજે જાણીએ આ મંદિરના કેટલાર રોચક રહસ્યો વિશે.
નાથદ્વારા મંદિરનો ઇતિહાસ
ઇ.સ 1600ની વાત છે. મુઘલ શાસક ઔરંગઝેબે હિંદુ મંદિરોને તોડવાના આદેશ આપ્યો હતા. ત્યારે વારો આવ્યો મથુરા જિલ્લામાં સ્થિત શ્રીનાથજીને તોડવાનો આદેશ આપ્યો. જો કે મંદિરમાં મૂર્તિને કોઇ ક્ષતિ ન પહોંચે તે માટે પુજારીએ મૂર્તિને લઇને બહાર નીકળી ગયા. બળદગાડીમાં મૂર્તિ મૂકીને તેઓ અનેક રાજાઓ પાસે પહોંચ્યા અને હાથ જોડીને વિનંતી કરી કે તેઓ શ્રીનાથજીનું મંદિર બનાવીને તેમાં આ મૂર્તિની સ્થાપના કરે. જો કે ઔરંગઝેબના ડરથી એક પણ રાજાએ આ કાર્ય કરવા સહમતી દર્શાની નહી. આથી પૂજારી દામોદર દાસ બૈરાગીએ મેવાડના રાજા રાણા રાજસિંગ પાસે મદદ માંગી. મેવાડના રાજાએ આ પૂજારીને મદદ કરવા હાથ આગળ લંબાવ્યો.
મેવાડના
રાણા રાજ સિંહે ફેંક્યો પડકાર
જ્યારે ઔરંગઝેબે કિશનગઢની રાજકુમારી ચારુમતી સાથે લગ્ન કરવાનો પ્રસ્તાવ મોકલ્યો ત્યારે ચારુમતીએ સ્પષ્ટ ના પાડી દીધી. પછી રાતોરાત રાણા રાજ સિંહને સંદેશો મોકલવામાં આવ્યો. રાણા રાજ સિંહે કોઈ પણ વિલંબ કર્યા વગર કિશનગઢમાં ચારુમતી સાથે લગ્ન કર્યા. આ કારણે ઔરંગઝેબે રાણા રાજ સિંહને પોતાનો દુશ્મન માનવા માંડ્યા. તો બીજી તરફ પૂજારીના કહેવા પર રાણા રાજ સિંહે ઔરંગઝેબને ખુલ્લો પડકાર ફેંક્યો. બળદગાડામાં રાખવામાં આવેલી શ્રીનાથજીની મૂર્તિને કોઈ અડશે પણ નહીં. જો ઔરંગઝેબ હુમલો કરશે તો પહેલા એક લાખ રાજપૂતો સાથે લડવુ પડશે. અને આ રીતે આ મૂર્તિને ઔરંગઝેબ પણ તોડાવી શક્યો નહોતો.
શ્રીનાથજીની
પાદુકા કોટા પાસે રાખવામાં આવી છે
તે સમયે જોધપુર પાસેના ચૌપાસની ગામમાં શ્રીનાથજીની મૂર્તિ બળદ ગાડામાં હતી અને ચૌપાસની ગામમાં ઘણા મહિનાઓથી બળદગાડામાં શ્રીનાથજીની મૂર્તિની પૂજા થતી હતી. આ ચૌપાસની ગામ હવે જોધપુરનો એક ભાગ બની ગયું છે અને જ્યાં આ બળદગાડું ઊભું હતું ત્યાં આજે શ્રીનાથજીનું મંદિર બનાવવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે કોટાથી 10 કિમી દૂર શ્રીનાથજીની ચરણ પાદુકાઓ તે સમયથી આજ સુધી રાખવામાં આવી છે, તે જગ્યાને ચારણ ચોકી તરીકે ઓળખવામાં આવે છે.
ખુદ રાણા રાજસિંહે
મૂર્તિનું કર્યુ સ્વાગત
બાદમાં મૂર્તિને ચૌપાસનીથી સિહાર લાવવામાં આવી હતી. ડિસેમ્બર 1671ના રોજ, રાણા રાજ સિંહ પોતે સિહાર ગામમાં શ્રીનાથજીની મૂર્તિઓનું સ્વાગત કરવા ગામમાં ગયા હતા. આ સિહાર ગામ ઉદયપુરથી 30 માઈલ અને જોધપુરથી લગભગ 140 માઈલના અંતરે આવેલું છે, જેને આજે આપણે નાથદ્વારા તરીકે ઓળખીએ છીએ. મંદિરનું નિર્માણ ફેબ્રુઆરી 1672 ના રોજ પૂર્ણ થયું અને મંદિરમાં શ્રી નાથજીની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી.
ટિપ્પણીઓ નથી