ગુજરાતમાં અહીં આવેલું છે ભગવાન શિવનું 200 વર્ષ જૂનું મંદિર, એક વખત દર્શન જરૂર કરજો
ગોધરા (godhra) શહેરના અમદાવાદ રોડ પાસે આવેલું શ્રી સિધ્ધનાથ મહાદેવ (siddhnath mahadev) મંદિર અતિશય પૌરાણિક મહત્વ (historical importance) ધરાવતું મંદિર છે. આ મંદિર સાથે એક વિશેષ રહસ્યમય કથા પણ સંકળાયેલી છે. પંચમહાલ જિલ્લામાં અનેક શિવાલયો આવેલા છે પરંતુ એવું કહેવાય છે કે જીવનમાં કોઈ પણ સિદ્ધિ પામવા માટે સિધ્ધનાથ મહાદેવના દર્શન જ કાફી છે. આશરે દોઢસો વર્ષ કરતાં પણ વધારે જૂનુ આ શિવાલય ભક્તોનું આસ્થા સ્થાન છે.
લોકવાયકા અનુસાર એવું કહેવામાં આવે છે કે આ સ્થળે પહેલાં એક ટાઇલ્સની ફેક્ટરી હતી અને એ ટાઇલ્સની ફેક્ટરી ના માણસો દ્વારા આ સ્થળે ખોદકામ કરતાં આ શિવલિંગ પ્રગટ થયું હતું. ત્યારબાદ ખોદકામ બંધ કરી દેવામાં આવ્યું અને દૂર-દૂર સુધી તેની વાતો પ્રસરી હતી. ત્યારે કેટલાક સાધુ-સંતોએ તે સમયે આ સિદ્ધિઓ મેળવવા માટે તથા સાધના કરવા માટે આ સ્થળની પસંદગી કરી હતી.
સાધુ-સંતો દ્વારા સિદ્ધિ મેળવવા માટે મહાદેવની ભક્તિ કરવાને કારણે આ મહાદેવનું નામ સિદ્ધનાથ મહાદેવ પડ્યું એવી લોકવાયકા છે. તેથી લોકો પોતાની મનોકામના અને સિદ્ધિ મેળવવા માટે મહાદેવના દર્શને આવે છે અને તેમની મનોકામના પૂર્ણ થાય છે.
ટિપ્પણીઓ નથી